મોરબીના ક્યાં ગામમાં જૂની અદાવતમાં થયું ધીગાણું

મોરબીના બેલા ગામના રહેવાસી ભરત પુંજા રબારીએ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત ગ્રામ પંચાયતની ચુંટણીનો ખાર રાખીને આરોપી મનસુખ ધનજી રબારી, શૈલેશ ધનજી રબારી, કાના કરશન રબારી, હકા લખમણ રબારી, બાબા લખમણ રબારી, રાજેશ લખમણ રબારી અને કાના કરશન એ સાત શખ્શોએ એકસંપ કરી લોખંડના પાઈપ વડે તેમજ લાકડી વડે માર મારી ફરિયાદી ભરત પુંજા, ધર્મેન્દ્ર પુંજા રબારી, જયમલ પુંજા રબારી અને નીમુબેન જયમલ રબારી એ ચારને ઈજાઓ પહોંચાડી હતી તેમજ ધમકીઓ આપી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા જયારે સામાપક્ષે મનસુખ ધનજી રબારીએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ધર્મેન્દ્ર પુંજા, જયમલ પુંજા અને ભરત પુંજા રબારી એ ત્રણ શખ્શોએ જૂની અદાવતનો ખાર રાખી તેને માર મારી ઈજાઓ પહોંચાડી છે. મોરબી તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

 

 

Comments
Loading...
WhatsApp chat