ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રતિનિધિ નિમણુક મામલે વિવાદ સર્જાયો

મોરબી નગરપાલિકામાં ફરી એકવાર વિવાદના વંટોળ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. નગરપાલિકા દ્વારા માર્કેટિંગ યાર્ડમાં પ્રતિનિધિની નિમણુક કરાયા બાદ અન્ય પ્રતિનિધિની બિન અધિકૃત નિમણુકની હિલચાલને પગલે લેખિત પત્રમાં કાયદેસર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

મોરબી નગરપાલિકાના કોંગ્રેસી કાઉન્સીલર કે.પી.ભાગિયાએ ચીફ ઓફિસરને જણાવ્યું છે કે તા. ૨૧-૦૧-૧૬ ના રોજ મોરબી પાલિકાના જનરલ બોર્ડમાં ઠરાવ નં ૫૮ થી માર્કેટિંગ યાર્ડમાં તેની નિમણુક કરવામાં આવેલ છે. જે દરખાસ્ત મોકલી પાંચ વર્ષની મુદત માટે નિયામક ગાંધીનગર તરફથી ગેઝેટમાં જાહેરનામું પ્રસિદ્ધ કરી કાયદેસરની નિમણુક કરવામાં આવી છે. આ ઠરાવ સામે અત્યારસુધીમાં કોઈપણ બોર્ડમાં અવિશ્વાસની દરખાસ્ત સુધ્ધા આવી નથી છતાં બદઈરાદાપૂર્વક નવી નિમણુકનો ઠરાવ કરેલ છે. જે ગુજરાત સરકારના ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલ જાહેરનામાં વિરુદ્ધ ગેરકાનૂની, ગેરબંધારણીય અને મોરબી નગરપાલિકાના બાયલોઝ નિયમો વિરુદ્ધ ભંગ ફરમાન હોઈ અધિનિયમ નિયમોની મર્યાદામાં રહીને લીગલ અભિપ્રાયો મેળવીને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

Comments
Loading...
WhatsApp chat