મોરબી માર્કેટિંગ યાર્ડની હડતાલ સમેટાઈ તેવા પ્રયાસો

જીએસટી લાગુ થયા પૂર્વે જ હડતાલ પર ઉતરી ગયેલા માર્કેટિંગ યાર્ડ એજન્ટોએ જીએસટીની કેટલીક પધ્ધતિ સામે વિરોધ નોંધાવ્યો હતો. સતત ૧૪ દિવસ સુધી ગત તા. ૧૨ ના રોજ અમદાવાદ ખાતે રાજ્યભરના એજન્ટોની બેઠક મળી હતી જેમાં રાજ્ય સરકારના કમિશ્નર ડી.જી.વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા જેની સાથે જીએસટીના નિયમો અંગે મસલતો કરી હતી અને એજન્ટો કે વેપારીના હિતને કોઈ પ્રકારની નુકશાની નહિ પહોંચે તેવી ખાતરી આપી હતી જેનાથી સંતોષ થતા એજન્ટ એશો.ના હોદેદારોએ હડતાલ સમેટી લેવા સભ્યો સાથે બેઠકો યોજવાનું શરુ કર્યું છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડ એજન્ટ એશો.ના રજનીકાંતભાઈ બરાસરાએ બેઠક યોજી તમામ સભ્યોને જીએસટીના નિયમોથી માહિતગાર કર્યા હતા. જીએસટીના નવા નિયમોથી વેપારીના હિતો નહિ જોખમાય તેવી સમજાવટના પ્રયાસો કરવામાં આવ્યા હતા. એજન્ટ એશો.ના રજનીકાન્તભાઈ બરાસરાએ જણાવ્યું હતું કે હડતાલ સમેટી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે જોકે સભ્યો સાથે મસલતો કરીને તેમને વિશ્વાસમાં લીધા બાદ જ આગળનો નિર્ણય લેવાશે. તેમજ સોમવાર કે મંગળવારથી યાર્ડનું કામકાજ પુનઃ શરુ થઇ જાય તેવી સંભાવના પણ વ્યક્ત કરી હતી.

 

Comments
Loading...
WhatsApp chat