મોરબી : મામલતદાર એસ.બી. સતાણી અને સી.કે.પટેલની વયમર્યાદા નિવૃત્તિ

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા બે મામલતદાર વયમર્યાદાને કારણે નિવૃત થયા છે ત્યારે તેમના સાથી કાર્યકરો અને કર્મચારીઓએ નિવૃતિની શુભેચ્છાઓ પાઠવી છે.
મોરબી કલેકટર ઓફિસમાં ફરજ બજાવતા એસ.બી. સતાણીએ મોરબી અને માળિયા તાલુકામાં મામલતદાર કચેરીમાં ફરજ બજાવી છે અને તેમણે મામલતદાર તરીકે બઢતી મળતા તેમણે જીલ્લા કલેકટર કચેરી ખાતે મામલતદાર તરીકે સેવા આપી વયમર્યાદાને કારણે નિવૃત થયા છે તે ઉપરાંત કલેકટર કચેરી ખાતે ચુંટણી વિભાગમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા સી.કે.પટેલ પણ વયમર્યાદાને કારણે નિવૃત થયા છે ત્યારે તેમના સાથી કર્મચારીઓએ તેમણે નિવૃતિની શુભકામનાઓ પાઠવી છે.

Comments
Loading...
WhatsApp chat