મોરબી : મામાનું ખૂન કરનાર પર કોર્ટમાં ફાયરીંગ કરવા હથિયાર લાવનાર સહીત બે ઝડપાયા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના મચ્છીપીઠ નજીકથી પિસ્તોલ, દેશી તમંચો અને ૧૪ જીવતા કાર્ટીસ સાથે બે ઝડપાયા

એલસીબી ટીમે બાતમીને આધારે બંને શખ્શોને ઝડપ્યા, એકનું નામ ખુલ્યું

        મોરબીના મચ્છીપીઠ નજીકથી પિસ્તોલ, દેશી તમંચો અને ૧૪ જીવતા કાર્ટીસ સાથે નીકળેલા બે ઇસમોને એલસીબી ટીમે દબોચી લઈને મુદામાલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે

        નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ સંદીપસિંહ તથા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એલસીબી ટીમના રવિરાજસિંહ ઝાલાની બાતમીને આધારે ટીમે મચ્છીપીઠના નાકા પાસેથી આરોપી અર્જુનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા રહે મોરબી વાવડી રોડ સોમૈયા સોસાયટી અને દિગપાલસિંહ ઉર્ફે દિગ્વિજયસિંહ ગીરીરાજસિંહ ગોહિલ રહે હાલ મોરબી પીપળી રોડ ગજાનંદ સોસાયટી વાળાને ઝડપી લઈને તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ નંગ 1 કીમત ૧૦,૦૦૦, જીવતા કાર્ટીસ નંગ ૧૪ કીમત રૂ ૧૪૦૦, ખાલી મેગ્જીન અને દેશી બનાવટનો હાથ બનાવટનો તમંચો કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ ૧૬,૫૦૦ નો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે હથિયાર આરોપીઓએ મધ્યપ્રદેશના અલીરાજપુરના જગતસિંગ સરદારજી પાસેથી લીધાની કબુલાત આપતા તે દિશામાં વધુ તપાસ ચલાવી છે

ઝડપાયેલ આરોપીનો ગુનાહિત ઈતિહાસ

        ઝડપાયેલ આરોપી દિગપાલસિંહ ગોહિલ અગાઉ ધ્રાંગધા ખાતે દરબાર-ભરવાડ વચ્ચે મારામારી દરમિયાન થયેલ ખૂનના ગુન્હામાં તેમજ ઈંગ્લીશ દારૂ હેરાફેરીમાં પકડાયેલ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે

મામાનું ખૂન કરનાર પર ફાયરીંગ કરવા હથિયારો લાવેલા

        હથિયારો સાથે ઝડપાયેલ આરોપી અર્જુનસિંહના મામાનું બે મહિના પહેલા ખૂન થયેલ હોય જેથી ખૂન કરવા વાળાને કોર્ટ મુદતે લાવે ત્યારે કોર્ટમાં તેના પર ફાયરીંગ કરવા માટે હથિયારો અને કાર્ટીસ લાવ્યો હોવાની કબુલાત આપી છે

Comments
Loading...
WhatsApp chat