Billboard ad 1150*250

“વાયુ” વાવાઝોડુંના પગલે મોરબી-માળીયા((મી)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અપીલ

0 92
Post ad 1

 

Post ad 3

મોરબી જિલ્લાના કુલ 348 ગામો પૈકી 39 ગામો અને તેના 5953 નાગરિકો આ વાવાઝોડાના સંભવિત અસરકર્તા  થઇ શકે છે. એમ માનીને 48 સ્કૂલો અને 5 અન્ય આશ્રય સ્થાનો જેવા કે કોમ્યુનિટી હોલ અને જ્ઞાતિ-સમાજની વાડીઓ સહિત કુલ 53 આશ્રય સ્થાનો સરકારી તંત્રે અંકે કરી લીધા છે. આવા આશ્રયસ્થાનો પર વીજળીનો પુરવઠો જળવાઈ રહે એ માટે પી.જી.વી.સી.એલ સતર્ક છે. 

નવલખી પોર્ટ ખાતે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. કુલ 160 માછીમારોની બોટ પરત બોલાવી લેવાઈ છે. 4000 માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે.  NDRF(નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ)ની ટીમ પણ આવી ગઈ છે.
આ સમયે ઇલેક્ટ્રિકના થાંભલા કે ઇલેક્ટ્રિકની હેવી લાઈન, વૃક્ષો, નાના-મોટા હોર્ડિંગો, જર્જરિત મકાનો નીચે આશરો ન લેવો. બની શકે તો ઘરમાં જ રહેવું. નદીના પટમાં અવર જવર ન કરવી અને નદીના પટમાં રહેતા લોકોએ પટથી દૂર જતા રહેવું. કોઈ પણ આકસ્મિક જરૂરિયાત માટે કે કોઈને રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિમાં મોરબી ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવો.

Comments
Loading...
Share This
WhatsApp chat