મોરબી-માળિયા ના ધારાસભ્ય બ્રિજેશ મેરજા ક્યાં વિસ્તાર ના લોકોની સમસ્યા સાંભળી

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તાજેતરમાં માળિયાના સુલતાનપુર, માંણાબા, વિજયનગર, વિશાલનગર સહિતના ગામોનો પ્રવાસ કરી સ્થાનિક પ્રશ્નોની જાણકારી મેળવી હતી ખેડૂતોને પાકવીમો, પીવાના પાણી તેમજ વિશાલનગરને ડામર રોડ આપવા જેવી બાબતો અંગે રજૂઆત કરાઈ હતી. તે ઉપરાંત ધારાસભ્ય મેરજાએ રોકાડિયા હનુમાન મંદિરે ધાર્મિક કાર્યક્રમમાં, મોરબીની એક ક્લબના રૈકી કાર્યક્રમમાં, કૃષ્ણ કથા સરવડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી શહેરના આશાનગર વિસ્તારમાં હનુમાનજી મંદિર યજ્ઞમાં પણ શાંતિ ભગત સાથે ધાર્મિક પ્રવૃતિમાં સામેલ થયા હતા. ધારાસભ્યના પ્રવાસ દરમિયાન મોરબી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ કાન્તીભાઈ પડસુંબીયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. માળિયા તાલુકાના સુલતાનપુર ગામે એતિહાસિક વરૂડીમાતા મંદિરે ભાવિકોની માનતા પૂરી કરી હતી તેમજ મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં કંસારા શેરીમાં ગટર વ્યવસ્થાની નબળી કામગીરીનું જાત નિરીક્ષણ કરી પાલિકાને જરૂરી મરામત અંગે તાકીદ કરી હતી

તેમજ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માળિયા તાલુકાના ATVT ની મીટીંગમાં હાજર રહીને નાયબ કલેકટર સાથે તાલુકાના સમતોલ વિકાસ માટે જરૂરિયાત મુજબ ગ્રાન્ટ ફાળવવા આગ્રહ સેવ્યો હતો. મોરબી પ્રાંત અધિકારી સાથે પણ મોરબી તાલુકાની ATVT બેઠકમાં ઉપસ્થિત રહી પીવાના પાણીના કામમાં જરૂરી રકમ ફાળવવાને અગ્રતા આપી લોકોની પીવાના પાણીની સમસ્યા દુર કરવા ખાસ આયોજન કરવા પાણી પુરવઠા નાયબ કાર્યપાલક ઈજનેર સાથે પરામર્શ કરી હતી તેમજ મોરબી માળિયાના વિવિધ ગામો જેવા કે ચકમપર, બોડકી, નવાગામ, સરવડ. ધરમપુરમાં પીવાના પાણીની સમસ્યા દુર કરવા પાણી પુરવઠા ઈજનેરોને સુચના આપવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat