માળીયા(મી.) અને ટંકારામાં ફરી ધીમીધારે વરસાદ શરૂ



મોરબી જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો. જેથી તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ આજે બપોરના 12 વાગયા બાદ મેઘરાજાએ માળીયા મિયાણામાં અને ટંકારા માં વરસાદ વરસવાનું શરુ કર્યું છે. જેમાં માળીયા મિયાણામાં બપોરે 12 થી 02 વાગ્યા સુધીમાં 18 મિમિ વરસાદ પડ્યો હતો. અને ટંકારામાં 10 મિમિ વરસાદ પડ્યો હતો.