

માળીયા મીંયાણા ના ખીરઈ ગામે રહેતા અને પાદર માં સબનમ પાન એન્ડ કિરાણા નામ ની દુકાન ધરાવતા અનવરભાઈ માલાણી નો ગૌમાતા પ્રત્યે અનોખો પ્રેમ જોવા મળ્યો હતો પ્રવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દરરોજ સવારે દુકાન ના શટર ખુલતા જ અનવરભાઈ માલાણી નુ પહેલુ ગ્રાહક ગૌમાતા હોય છે સાંભળી ને નવાઈ લાગશે પણ આ એક હકીકત છે વહેલી સવારે દુકાન ખુલતા જ સામે ગાય ઉભેલી જોવા મળે છે જેથી અનવરભાઈ પોતાના હાથે ગાય ને ખોળ ભુંગળા બીસ્કીટ ટોસ સહીત ની ચીજવસ્તુઓ ખવડાવે છે જે દરરોજ નો નિત્યક્રમ બની ગયુ હોય તેમ સવાર સાંજ ગૌમાતા દુકાને પહોંચી જાય છે આમ પવિત્રr શ્રાવણ માસ માં ગૌમાતા પ્રત્યે પ્રેમ દેખાડી મુસ્લિમ બિરાદર અનવરભાઈ એ અનોખી મિશાલ કાયમ કરી ઉમદા ઉદાહરણ પુરૂ પાડી બીજા માટે પ્રેરણારૂપ બન્યા છે