



માળીયા મીંયાણા માં ભયાનક જળ હોનારત માં વાંઢ વિસ્તારો માં રહેતા અનેક ગરીબ પરીવારો ની ઘરવખરી પાણી માં વહી જતા પહેરવા માટે કપડા ઓઢવા માટે ગોદળા અને ખાવા માટે અંન્ન નો દાણો પણ ન હોવા થી ગરીબ પરીવારો ની દયનીય હાલત થઈ હતી ત્યારે ચોતરફ પાણી-પાણી તો બાજુ માં દરીયાકાંઠો હોવા થી વાતાવરણ બન્યુ છે જળમગ્ન જેથી અહી ના વિસ્તારો ઠંડાબોર થઈ જતા રાત્રી દરમિયાન લોકો ઠુંઠવાતા હોવા થી મુસ્લિમ સમાજ ના યુવા સેવાભાવીઓ વ્હારે આવી ખડેપગે રહી અડધી રાત્રે લોકો સુધી પહોંચી ધાબળા નુ વિતરણ કર્યુ હતુ જેમા ખીરઈ ગ્રામ પંચાયત ના સરપંચ મહંમદભાઈ બુખારી ઈમરાનભાઈ મીર જાવેદ ચાનીયા સહીત ના સેવાભાવીઓએ સેવાકીય કાર્ય કરી માળીયા ના ગરીબ પરીવારો સાથે ખંભેખંભો મિલાવી હિંમત આપી હતી આમ હંમેશા સેવા માટે તત્પર રહેતા મુસ્લિમ સમાજ ના યુવાનો એ ગરીબ લોકો ને જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ પહોંચાડી માનવતા ની મહેક ફેલાવી હતી

