અવકાશી આફતમાં રેલ્વે ટ્રેક પર ફસાયેલા ૩ રેલ કર્મીને અડધી રાત્રે રેસ્ક્યુ કરી બચાવાયા

મોરબી જિલ્લામાં અવકાશી આફત આવી ચડી છે ત્યારે જીલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે તથા પાણીમાં ફસાયેલા હજારો લોકોને તંત્ર દ્વારા સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે.મળતી વિગત મુજબ કાલ સવારના ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા હોવાથી સાત વાગ્યા આસપાસ માળિયા નજીક રેલવેના ત્રણ કર્મચારી રેલ્વે ટ્રેક પર ફસાયા હતા સવારથી ફસાયેલા ત્રણ રેલ કર્મીએ આખો દિવસ ખાધાપીધા વગર પાણી વચ્ચે રહ્યા હતા.મોડી રાત્રીના સાડા બાર વાગ્યે તંત્રને જાણ થતા આસિસ્ટન્ટ કલેકટર અજય દહિયા,જયદીપ હાઉસના દિલુભા જાડેજાએ જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ત્રણેય રેલ કર્મચારીઓને બચાવી લેવામાં હતા.

Comments
Loading...
WhatsApp chat