બેંકમાં એકાઉન્ટ માટે ૨૦૦૦ જમા કરાવવાની વાત ખોટી છે.: આઈ.કે.પટેલ



માળીયા માં બેંક એકાઉન્ટ ખોલવા માટે લોકો પાસે ૨૦૦૦ની ડીપોઝીટ માંગી એસબીઆઇના સ્ટાફ દ્વારા અવળચંડાઈ કરી ગરીબ લોકોને હેરાન કરવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.વધુમાં કલેક્ટર તંત્રે કેશડોલ્સની રકમ આપી દિધી છે પરંતુ ગરીબ પરીવારોને બેંકમાં ખાતા ન હોય રકમ ઉપાડવી કેમ તે પ્રશ્ન સર્જાયો છે.
ઉલ્લેખનીય છે કે માળીયા ૬૮૮ લાભાર્થી પૈકીના લગભગ ૨૫૦થી વધુના બેંક એકાઉન્ટ નથી આ સંજોગોમાં બેન્ક એકાઉન્ટ મામલે માળીયામાં હોબાળો મચ્યો છે.આ બાબતે મોરબી જીલ્લા કલેકટર આઈ.કે પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે બેંકમાં ૨૦૦૦ જમા કરવાની વાત છે તે સાવ ખોટી છે અને માળીયામાં પુરપિડીતોને મુશ્કેલીના પડે તે માટે માળીયામાં સ્ટેટ બેંક દ્વારા કેમ્પ શરુ કરવામાં આવ્યો છે જેમાં લોકોને ઝીરો બેલેન્સથી બેંકમાં ખાતા ખોલી આપવામાં આવે છે.તેમજ તેની દેખરેખ ખુદ ડે.કલેક્ટર કરે છે.વધુમાં જણાવ્યું હતું કે જો પુરગ્રસ્તોને બેંક ખાતા ખોલવા માટે કોઈ રૂપિયાની માંગણી કરે તો તંત્રએ તાત્કાલિક જાણ કરવા જણાવ્યું છે અને આવતીકાલે રવિવાર હોવા છતા પણ માળીયામાં પુરગ્રસ્તો માટેનો કેમ્પ ચાલું રહેશે.

