માળીયાના પૂરગ્રસ્ત વિસ્તારમાં યોજાયેલ કેમ્પમાં ૧૦૦૦થી વધુ દર્દીઓએ લાભ લીધો


મોરબી નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઈઝેશન તથા ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના સયુક્ત ઉપક્રમે માળિયાનાં પૂરગ્રસ્ત વિસ્તારના લોકો માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન માળિયા સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.”સ્વસ્થ્ય સેવા,રાષ્ટ્રીય સેવા”નાં મંત્રને વરેલા મોરબીના નામાંકિત ડોકટરોએ પોતાની નિ:સ્વાર્થ સેવાનો લાભ પૂરગ્રસ્ત અને ગરીબ દર્દીઓને આપ્યો હતો.આ કેમ્પમાં ડો.વિજય ગઢિયા,ડો.દીપક અઘારા,ડો.ઇશાંત કણઝારિયા,ડો.ભાવિન ગામી,ડો.ગોપાણી,ડો.આર.એમ.ભૂત,ગાઈનેકોલોજીસ્ટ ડો.ભાવનાબેન જાની,ડો,અરવિંદ મેરજા,ડો.તેજસ પટેલ,સર્જન ડો.અંજનાબેન ગઢિયા,બાળકોના ડોક્ટર ડો.અમિત ધુલે,ડો.નયન પટેલ,ચામડીના ડોકટર ડો.જયેશ સનારિયા,ડો.અજય છત્રોલા,ડો.કલ્પેશ રંગપરિયા,ઓર્થોપેડિક સર્જન ડો.વિનોદ કૈલા,ડો,ચિન્મય ત્રિવેદી,કાન,નાક તથા ગળાનાં સર્જન ડો.હિતેશ પટેલએ પોતાની સેવા આપી હતી તેમજ સરકારી અધિકારી ડોકટર ડો.દીપક બાવરવા અને ડો.દિનેશ બાવરવાએ સહકાર પૂરો પડ્યો હતો.આ કેમ્પમાં ૧૦૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.