માળીયાના વેજલપર ગામે વરસાદ ને રીઝવવા અનોખો પ્રયાસ

વેજલપર ગામે વર્ષો વર્ષની જેમ આ વખતે પણ વરસાદ ખેંચાતાની સાથે જ બાળકોને ઢૂંઢીયાબાપાની  યાદ આવતા નગર દર્શન કરાવ્યા હતા અને ઢૂંઢીયાબાપા નગરચર્ચાએ નીકળ્યા હોય તેમ ગ્રામજનો ઢૂંઢીયાબાપા ઉપર પાણીનો અભિષેક કરી મેઘરાજાને પ્રસન્ન કરેછે તળાવની કાળી માટીમાંથી બનાવેલા ઢૂંઢીયાબાપા જો વરસાદ ખેંચી લાવે તો બુધ્ધીશાળી બાળકોની મહેનત રંગ લાવે તો નવાઇ નહિ ઢૂંઢીયાબાપાને ઘેર-ઘેર ફેરવી તેની પર પાણીની ડોલ રેડીને અભિષેક કરવામાં આવે છે જેથી ઢુઢીયાબાપા થકી મેઘરાજાને રિઝવવાના પ્રયાસો કરવામાં આવે છે આમ જુની કહેવતોને ઉજાગર કરતા બાળકોને ખરેખર ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતાં.

Comments
Loading...
WhatsApp chat