માળીયાના ચાચાવદરડા ગામમાં ૩ રાષ્ટ્રીય પક્ષીના મોરના શકાસ્પદ હાલતમાં મોત




મળતી માહિતી મુજબ માળીયાના તાલુકના ચાચાવદરડા ગામમાં બે દિવસમાં ભેદી રોગથી રાષ્ટ્રીય પક્ષી મોરના સોમવારે વૃક્ષો પરથી પડી જવાથી મોરને મોટાદહિસરા ફોરેસ્ટ વિભાગ ની નર્સરીએ સારવાર માટે ખસેડાયા આવ્યા હતા આજે ફરી ત્રણ મોર નીચે પડતા કૂતરાઓએ બે મોરને બચકા ભરી લેતા ધટના સ્થળે મોત થયા હતા અને ત્રીજા મોરને મોટા દહિસરા સારવાર આપવા લઇ જવામાં આવ્યો હતો તેને પણ સારવાર મળે તે પહેલા ત્રીજા મોરનું પણ મોત નીપજ્યું હતું જેમાં સુત્રોમાંથી મળતી વિગત મુજબ ઘટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગ અને પોલીસ વિભાગ પણ આ બાબતે તપાસ કરી રહ્યું છે કે આ પક્ષોના મોત કેવી રીતે નીપજ્યા તો વધુમાં મળતી વિગત મુજબ જે ૩ મોર સારવારમાં હતા જેમાંથી ૧ તબિયત સુધરી જતા તેને ફરી જંગલમાં મૂકવમાં આવ્યા છે અને બીજા બે મોરની સારવાર હજુ ચાલુ છે

