માળીયા પંથકમાં અતિવૃષ્ટિ માટે મીઠા કંપનીના ગંજાવર પાળાઓ જવાબદાર


બહુલક્ષી મત્સ્યદ્યોગ સહકારી મંડળીએ જીલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં અતિવૃષ્ટિ માટે મીઠા કંપનીને જવાબદાર ગણાવી છે. આવેદનમાં જણાવ્યું છે કે દેવ સોલ્ટ કંપનીના મીઠાના અગર જે સુરજબારી ખાડીની નજીક આવેલ છે તે મીઠાના અગર હાઈવે રોડથી પશ્ચિમ દિશામાં સરકરએ ફાળવેલ જમીન કરતા પણ ગેરકાયદેસર રીતે હજારો એકરની અંદર પથરાયેલ છે. આ અગરના પાળાઓ જાજાસર, કાળાઢોરાં,થી કચ્છ હાઈવે સુધી દરિયાઈ ખડીને અડીને અને ઉતર દિશામાં પંદર થી વીસ ફૂટના પાળાઓ બાંધવામાં આવેલ છે જેના કારણે મચ્છુ નદીનું પાણી નાના રણમાં દાખલ થાય છે. તે પાણી ભૂતકાળમાં ખડીમાં જતું પરંતુ હાલમાં પાળાઓને કારણે જ્યારે પુર આવે ત્યારે પાણીને જવાનો કોઈ રસ્તો નથી જેના લીધે પાણી આસપાસના વિસ્તારમાં પુર હોનારતનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી નુકશાન કરે છે. માળીયામાં પુરની પરિસ્થિતિમાં માળિયા, ફતેપર, કાજરડા, હરીપર, હંજીયાસર, વાંઢ વિસ્તારમાં માછીમારો તેમજ મજુર લોકોને તે ઉપરાંત સરકારી મિલકત જેવી કે રેલ્વે, મામલતદાર કચેરીને પણ નુકશાની પહોંચી છે જેથી દેવ સોલ્ટ વર્કસના ગંજાવર પાળાઓ અને આ સોલ્ટ વર્કસને મળેલા લીઝના હુકમો તાકીદે રદ કરી આ જમીન ખુલી કરવાની માંગ કરાઈ છે