મોરબી-માળીયામાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ ઉજવાયો

જીલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને જીલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા મહિલા સશક્તિકરણ ઉજવણી અંતર્ગત એમ.પી.સેઠ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ સાથે તેમજ માળિયા તાલુકાના સરવડ ગામની ગ્રામીણ વિસ્તારની બહેનો માટે કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં બહેનોને ૧૮૧ મહિલા અભયમની મહિલા સહાયતા કેન્દ્રની, પોલીસ વિભાગની અને જીલ્લા સમાજ સુરક્ષા-બાળ સુરક્ષા વિભાગની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મહિલા પીએસઆઈ, ૧૮૧ ટીમના મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજ સુરક્ષા વીભાગના સુનીલભાઈ રાઠોડ, મકવાણા રંજનબેન સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

Comments
Loading...
WhatsApp chat