માળિયા નજીક ૧૦ થી ૧૫ પાણીમાં લોકો ફસાયા

તંત્ર દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું

મોરબી જીલ્લામાં ગઈકાલ રાતથી અવિતરત વરસાદ વર્ષી રહ્યો છે જેને પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર છે.મોરબીમાં અત્યાર સુધીમાં ૪.૫ ઇંચ જેટલો  વરસાદ વરસતા મોરબી જીલ્લાના ડેમો ઓવરફલો થયા છે અને નીચાણવાળા વિસ્તારને સલામતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.હાલ મળતી માહિતી મુજબ માળિયા હાઈવે પર આવેલ અવધ હોટલ નજીક પાણીમાં ૧૦ થી ૧૫ લોકો ફસાયાની માહિતી મળી છે.આ માહિતી મળતા જ ફાયર ની એક ગાડી સ્થળ પર પહોચીને લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે.

Comments
Loading...
WhatsApp chat