માળિયામાં કલા મહાકુંભમાં અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

માળિયા (મી.) તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ૨૦૧૭ સત્ય સાંઈ વિદ્યા મંદિર પીપળીયા ખાતે યોજાયો હતો. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તેમજ જીલ્લા રમત ગમત અધિકારી દ્વારા આયોજિત મહાકુંભમાં ૧૦ વર્ષથી નાના, ૨૦ વર્ષથી ઉપરના ભાઈઓ અને બહેનોએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં નૃત્ય વિભાગમાં રૂક્ષમણી પ્રાથમિક શાળા જસાપરના વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન, વવાણીયા પ્રહ્તામિક શાળાના વિદ્યાર્થીઓએ એક પાત્રીય અભિયાનમાં પ્રથમ સ્થાન, ગીત સ્પર્ધામાં વવાણીયાના વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન, રાસ નૃત્ય સ્પર્ધામાં કન્યા શાળા મોટા દહીસરાના વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. જે બદલ સત્ય સાંઈ સ્કૂલના આચાર્ય તેમજ તાલુકા રમત ગમત કન્વીનર રાજયગુરુએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat