માળીયાના મોર્તીંબા ગામમાં હેલીકોપ્ટર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું

તંત્ર દ્વારા બચાવ કામગીરી પુરુજોશમાં હાથ ધરાઈ

જીલ્લા કલેકટર આઈ.કે.પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે મચ્છુ ૧-૨- અને ૩ ડેમ ઓવરફલો થતા વિવિધ સ્થળે રાહત અને બચાવ કામગીરી શરુ કરી હતી જેમાં વાંકાનેરમાં ૨૫ અને માળિયામાં ૬૦ લોકોને બચાવી લેવાયા છે જયારે માળિયામાં અન્ય સ્થળે ૧૪ લોકો ફસાયાના સંદેશ મળ્યા છે જેને હેલીકોપ્ટરની મદદથી બચાવવા માટે કામગીરી પ્રગતિમાં હોવાનું જણાવ્યું હતું.દોઢેક કલાકમાં હેલીકોપ્ટર હાજર, બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. માળિયામાં રેલ્વે ટ્રેકનું ધોવાણ થતા હાઈવે પર વાહનોના થપ્પા  લાગ્યા.મચ્છુ-૨ના ૧૦ દરવાજા ૧૦ ફૂટે ખોલાયા છે. તેમજ મચ્છુ ૩ ડેમના ૧૨ દરવાજા ૧૩ ફૂટે ખોલવામાં આવ્યા હતા. મચ્છુ માતાજીના મંદિર, મહાપ્રભુજી બેઠકે જળસમાધી લીધી. માળિયામાં ૬૦ લોકોને એસડીઆરએફ ટીમ-ફાયર ટીમ દ્વારા બચાવાયા.હાલ માળીયાના મોર્તીંબા ગામમાં હેલીકોપ્ટર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

 

 

 

 

Comments
Loading...
WhatsApp chat