માળિયા પુરગ્રસ્તો માટે સેવા કાર્યમાં સતત તત્પર રહતું દેવ સોલ્ટ

ગત તા.૨૨-૨૩ જુલાઈના રોજ મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે માળીયામાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.જેના કારણે લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આવા સમયે પોતાનું નિરંતર સેવા કાર્ય કરતું યુનિટ દેવ સોલ્ટ પણ પોતાની સ્વેચ્છાએ વિવિધ પ્રકારનું સેવા કાર્ય કરતું હતું જેમાં સરકાર માટે રાહત  કાર્ય કરવા ટ્રેકટર તથા જેસીબીની વ્યવસ્થા કરવામાં આવી હતી ,મામલતદારનું સુચના મુજબ વાંઢ વિસ્તારમાં ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી છતા સરકાર દ્વારા માળીયામાં કેશ ડોલ્સ વિતરણ તથા અન્ય સધળી કામગીરીમાં રમજાનભાઈ જેડા સતત તત્રની સાથે સેવા કાર્યમાં સહયોગ આપ્યો હતો.

મામલતદાર ઓફિસમાં જમા થયેલ કાદવ-કીચડના સફાઈ કાર્ય માટે દેવ સોલ્ટ દ્વારા પુરતો સહયોગ આપવામાં આવ્યો હતો.વરસાદે વિરામ લેતા જ દેવ સોલ્ટ દ્વારા ડોકટર સાથે જરૂરી દવાખાનું શરુ કરવામાં આવ્યું છે.દેવ સોલ્ય દ્વારા સતત સેવા કાર્યમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે.

Comments
Loading...
WhatsApp chat