મોરબી-માળિયા વિધાનસભા બેઠક અનુસંધાને સંકલન સમિતિ રચાઈ

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી અને કચ્છ લોકસભા મત વિસ્તારના પ્રભારી દીપકભાઈ બાબરિયાની મંજુરીથી  તથા માળિયા વિધાનસભા બેઠકના પ્રભારી અને પ્રદેશ અગ્રણી બાલેન્દ્રભાઈ વાધેલાના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો તેમજ સર્વે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ની હાજરીમાં મોરબી માળિયા વિધાનસભા વિસ્તારની ચુંટણી પ્રચાર અને વહીવટી કર્યો માટે સંકલન કમિટીની રચના કરવામાં આવે છે.જેમાં કન્વીનર તરીકે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબી તથા શાંતિધામ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના બેચરભાઈ હોથી અને સહ કન્વીનર તરીકે મોરબી રુફિંગ ટાઈલ્સ એસો. અને સરસ્વતીબેન ભગવતી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જયંતીભાઈ જેરાજભાઇ પટેલની નિમણુક કરવામાં આવી છે.

જયારે સભ્ય તરીકે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા,મોરબી જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન કિશોરભાઈ ચીખલીયા,કોંગ્રેસ અગ્રણી ઘનશ્યામભાઈ જાકાસણીયા,ભરવાડ સમાજના અગ્રણી નાથાભાઈ ભરવાડ,પ્રદેશ કોંગ્રેસ (ઓબીસી સેલ)ઉપપ્રમુખ ડૉ.લક્ષ્મણભાઈ કન્ઝારીયા,મોરબી જીલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી,તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમણીકભાઈ ભાલોડીયા,માળિયા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ ફૂલતરીયા,મોરબી શહેર પ્રમુખ રાજુભાઈ કાવર,માળિયા શહેર પ્રમુખ ઇકબાલભાઈ ઝેડા અને ઓલ ઇન્ડિયા કમિટીના તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ફ્રન્ટલના જીલ્લાના વડાઓ તથા પ્રદેશ દ્વ્લીગેત-મોરબી માળિયા વિધાનસભાની નિમણુક કરવામાં આવી છે જે મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરવાની યાદી જણાવે છે.

Comments
Loading...
WhatsApp chat