Billboard ad 1150*250

શ્રીમંત પ્રસંગમાં જતા કોળી પરિવારને અણીયારી ટોલનાકા નજીક નડ્યો અકસ્માત : ૧ નું મોત

0 701

હળવદ તાલુકાના મિયાણી ગામના વતની ગીતાબેન પ્રવીણભાઈ રંભાણીએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે અન્ય સગાઓ સાથે છકડો રીક્ષા નં જીજે ૧૮ એક્સ ૩૮૨૬ માં બેસીને જુના દેવળિયા થી અણીયારી તરફ જતા હતા ત્યારે કાર નં જીજે ૩૬ બી ૧૮૨૧ ના ચાલકે રિક્ષાને પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં રીક્ષામાં સવાર ચંદ્રીકાબ્ન, લાભુબેન ચનાભાઈ, પુરીબેન મહાદેવભાઈ, ભાવનાબેન રમેશભાઈ, પાયલબેન રમેશભાઈ, દેવકરણભાઈ સહિતનાઓને ઈજા પહોંચી હતી જેને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જયારે અકસ્માતમાં શોભનાબેન દિનેશભાઈ કોળી નામની મહિલાને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું. કારના ચાલકે રીક્ષાને ઠોકર મારતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી અને શ્રીમંતના પ્રસંગમાં જતા કોળી પરિવારન અકસ્માત નડ્યો હતો જેમાં એક મહિલાનું મોત થયુ જયારે અન્ય છને ઈજાઓ પહોંચી છે.માળિયા પોલીસે મહિલાની ફરિયાદને આધારે કારના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat