મોરબી જીલ્લાની એક્માત્ર અનુ.જાતિ કન્યા છાત્રાલયને પુરમાં મોટું નુકશાન



મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં થયેલ અતિવૃષ્ટિના લીધે મોરબી જિલ્લા ની એક માત્ર અનુસુચિત જાતીની કન્યા છાત્રાલયને મોટું નુકસાન થયું હોવા છતાં તંત્ર કે સમાજ દ્વારા છત્રાલયને મદદ ન મળી હોવાનું દલિત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.
મોરબી જિલ્લા દલિત સમાજ યુવા શિક્ષણ સમિતિ ના આગેવાનો દ્વારા કન્યા છાત્રાલયની મુલાકાત લેવામાં આવી અને સૂકા નાસ્તા નું વિતરણ કર્યું તેમજ શક્ય તેટલી મદદ કરવા નું ત્યાંના સંચાલક વશરામ ભાઈને આશ્વાસન આપ્યુ હતું. અગ્રણીઓએ જણાવ્યું હતું કે કુદરત ના આ પ્રકોપ ને લગભગ ૨૦ દિવસ થયા છતાં તંત્ર તેમજ સમાજ ની કોઈ પણ જાત ની મદદ આ કન્યા છાત્રાલય ને હજુ સુધી મળેલ નથી ત્યારે સમાજના અન્ય આગેવાનોને પણ છાત્રાલયની મુલાકાત લેવા અપીલ કરી હતી.