

પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પ્રવર્તમાન ટેક્ષમાં પશુધન માટેના ખોળ અને કપાસિયાના વેચાણ પર કોઈપણ વેરો લેવામાં આવતો ના હતો પરંતુ ગૌવંશને આગળ કરીને લોકચાહના મેળવી સત્તામાં આવેલ ભાજપ સરકારના કેન્દ્રીય નાણામંત્રી તરીકે તમે પશુ ખોરાક પર પાંચ ટકા જીએસટી લાગુ કરી મોટો અન્યાય કરેલ છે. દેશના મહામુલા પશુધનને નિભાવવા પશુપાલકો અને માલધારી પરિવાર સામાન્ય સ્થિતિમાં પશુ સહીત તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વેરો માલધારી પરિવારો માટે દુખદ છે. ખેતી કરતા ખેડૂતો પણ પશુધન સાચવતા નથી તેઓને પોષાતું નથી. આ પશુપાલકો આર્થિક તેમજ અન્ય મુશ્કેલીઓ સહન કરીને પણ પશુધન નિભાવે છે ત્યારે પશુ આહાર પર ટેક્ષ લગાવવો તે અન્યાયી છે. તેમ જણાવીને પશુ આહાર પર લગાવેલ જીએસટી તાકીદે નાબુદ કરવાની માંગ કરવામાં આવી છે અને આવા ટેક્ષથી પશુઓનો નિભાવ અશક્ય બની જાય છે તેમ પણ જણાવ્યું છે. ત્યારે દેશના નાણામંત્રીને લેખિત રજૂઆત દ્વારા પશુ આહાર પરના જીએસટીને તાકીદે નાબુદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.