

મોરબીના સામાકાઠા આવેલ તાલુકા સેવા સદન કચેરીમાં આવેલી મામલતદાર વિભાગની ઓફીસ નમ્બર ૩ માં કોઈ કારણોસર વેહલી સવારે આગ લાગી હતી ઘટનાની જાણ થતા મોરબી ફાયર ટીમના દીપકસિંહ જાડેજા , વિનય ભટ્ટ સહિતનો કાફલો ત્યાં પોહચી ગયો હતોં અને આગ પર પાણી નો મારો ચલાવી કાબુ મ્લેવ્યો હતો આગ મામલતદાર કચેરી ઓફિસમાં લાગી હોવાથી મામલતદાર કૈલા, નાયબ મામલતદાર બારિયા સહિતનો કાફલો ત્યાં પોહ્ચ્યો હતો તેમણે જણવ્યું હતું કે આગ ક્યાં કારણોસર લાગી તે તો નથી ખબર પણ ગામ પંચાયત ની ચુંટણી નું સાહિત્ય બળી ખાખ થયું છે તો સુત્રો ની વાત માની તો જે રૂમ નમ્બર ૩ માં આગ લાગી તેની બહાર નો બારીનો કાચ તૂટેલો હોવાથી કોઈ ટીકળખોરે આગ લગાવી હોય તેવું લાગી રહ્યું છે પણ સાચી વાત તો તપાસ બાદ જ ખબર પડે પણ આગ ને લીધે અગત્યનું સાહિત્ય બળી ખાખ થયું છે