મોરબી જિલ્લામાં અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવો: ધારાસભ્ય

મોરબીમાં મેઘરાજાની ભારે મીઠી મહેરબાનીથી ઠેર ઠેર પાણી ભરાયા છે. મચ્છુ ડેમ 2માં ખુબ વધારે માત્રામાં પાણી ભરાવાને કારણે શહેરના નીચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા સંખ્યાબંધ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું. મચ્છુ નદીના બંને કાંઠાના ગામોમાં પાણી ભરાવાને કારણે લોકોની માલમિલ્કતને નુકશાન થયું છે. ક્યાંક કાચા મકાનો તૂટી પડ્યા તો ક્યાંક ઢોર તણાઈ ગયા છે. ખેડૂતોના પાકને પણ ભારે નુક્શાની વેઠવી પડી છે. આ બાબતે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી હતી કે, કૃષિકાર, માલધારી અને નાનાવર્ગને નુકશાન થયું તેનો સર્વે કરી અસરગ્રસ્તોને તાત્કાલિક વળતર આપવા જણાવ્યું છે. બે દિવસમાં ભય અને દહેશતના માહોલમાં સતત કામગીરી કરતા સરકારી કર્મીઓ અને સેવાભાવી સંસ્થાને બિરદાવી છે.

Comments
Loading...
WhatsApp chat