મોરબીમાં ચેતીને ચાલજો, પાલિકાની આળસે આ વિસ્તારમાં માથે મોત ભમે છે

મોરબીના જૈન દેરાસર, સવામીનારાયણ મંદિર પાસે આવેલા ખોખાણી શેરીના નાકે એક ખખડધજ અને ભયજનક મકાન બંધ હાલતમાં છે. 2001ની સાલમાં ભૂકંપ આવ્યો ત્યારે મકાન જર્જરિત થયું હતું, ત્યારથી અત્યાર સુધી જોખમ ઉભું છે. મકાનને ભૂકંપ ઉપરાંત વરસાદને કારણે ભારે નુકશાન થયું  છે. હાલમાં અતિ જોખમી બની ગયું છે, અને તેમાંથી પથ્થર, કાટમાળ સતત ખરતા રહી નીચે રોડ પર ખડકાય છે. જૈન દેરાસર, સ્વામી નારાયણ મંદિર, સ્કુલે જતા હજારો વિદ્યાર્થીઓ ઉપરાંત આ મકાનને અડીને આવેલા રોડ પરથી રોજબરોજ મોટી સંખ્યામાં વાહનો- લોકો અવર જ્વર કરી રહ્યા છે અને આ ભયજનક મકાનની બાજુમાંથી પસાર થતી વેળાએ જીવ મુઠ્ઠીમાં લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા છે. દરબાર ગઢના રહેવાસીઓએ નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે અને મકાનને તાત્કાલિક પાડી નાખવાંની માંગ કરી છે. કોઈ પણ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી તંત્રની રહેશે અને જો અંગે ઝડપી કાર્યવાહી નહિ થાય તો ઉચ્ચ લેવલે રજૂઆત કરવાની ચીમકી રહેવાસીઓએ આપી છે.

Comments
Loading...
WhatsApp chat