Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જીલ્લા મહિલા સહકારી દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

મોરબી જીલ્લામાં મહિલા સંચાલિત દૂધ મંડળીને માન્યતા મળ્યાના પ્રથમ વર્ષે જ ૧.૫૬ કરોડનો નફો કર્યો છે. રાજકોટમાં જ્યાં દૂધના ૬૦૬ રૂપિયા ભાવો મળે છે જેના મોરબીની મંડળી ૬૩૦ એટલે કે ૧૩ ટકા વધારે આપે છે. ફેટ દીઠ વધુ ભાવ આપવામાં મોરબીનું દૂધ સંધ આગળ છે. દૂધ સંઘને માન્યતા મળ્યાના પ્રથમ વર્ષે જ મહિલાઓ સંચાલિત મંડળીએ ૧ કરોડ ૫૬ લાખનો નફો કરી બતાવ્યો છે. ૧૧ માસના ગાળામાં ૧,૧૩,૨૩,૦૭૨ કિલો દૂધ સંપાદન કરવામાં આવ્યું છે. અને દૈનિક ૩૪,૮૪૦ કિલો દૂધ સંપાદન કરાયું છે. પ્રથમ વર્ષે જ પચાસ કરોડનું માતબર ટર્નઓવર કર્યું છે. વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટ માટે મહિલાઓને શુભકામનાઓ પાઠવી હતી. જયારે જીલ્લાના રજીસ્ટ્રાર સંગીતાબેને મહિલાઓ માટેના કાર્યક્રમમાં મહિલાઓની પાંખી હાજરીની નોંધ લઈને સંખ્યા વધારે હોવી જોઈએ તેમ જણાવ્યું હતું. મહિલા સંચાલિત દૂધ મંડળીના વાર્ષિક હિસાબ ઉપરાંત આ તકે શ્રેષ્ઠ કામગીરી કરનાર પાંચ મંડળીના સન્માન કરવામાં આવ્યા હતા જેમાં સજ્જનપર, નીચી માંડલ, અમરાપર, જબલપુર અને જુના ઘાંટીલા મંડળીના હોદેદારોના ઉત્કૃષ્ટ દેખાવ માટે તેમને સન્માનિત કરાયા હતા.

Comments
Loading...
WhatsApp chat