


મોરબીમાં માહેશ્વરી સમાજના હોદેદારોની વરણી તાજેતરમાં કરવામાં આવી હતી જેમાં સર્વાનુમતે પ્રમુખ સહિતના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે.
મોરબી ખાતે વસવાટ કરતા માહેશ્વરી સમાજની તાજેતરમાં મીટીંગ યોજાઈ હતી જેમાં આગામી સમય માટે સંસ્થાના પ્રમુખ તરીકે ઉમેશકુમાર ઘનશ્યામભાઈ કચોરીયા (ઘનશ્યામ ટ્રેડર્સ) , મંત્રી તરીકે ભાવેશભાઈ હિરાણીની તથા ખજાનચી તરીકે રાજેશભાઈ મહેશ્વરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી ઉપસ્થિત માહેશ્વરી સમાજના અગ્રણીઓ સહિતનાઓને નવનિયુક્ત હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા.

