આઈસરની ઠોકરે સ્કૂટરમાં સવાર મહિલાનું મોત

મોરબીના ઘૂટું હળવદ રોડ પર આવેલા હરિઓમ સોસાયટીના રહેવાસી પંકજભાઈ જયંતીભાઈ વાણંદ (ઉ.વ.૪૫) પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે  તેના પત્ની ચંદ્રિકાબેન (ઉ.વ.૪૦) ગત રાત્રીના સમયે મહેન્દ્રનગર બસ સ્ટેશન પાસેથી પોતાનું સ્કૂટર જીજે ૩ ઈઆર ૨૯૯૮ પર જતા હતા ત્યારે પુરપાટ વેગે આવતા આઈસર મેટાડોર નં જીજે ૩ ડબલ્યુ ૯૧૬૪ ના ચાલકે તેને ઠોકર મારતા તે ફંગોળાઈને દુર પડી હતી જે અકસ્માતમાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું જયારે આઈસર ચાલક વાહન રેઢું મુકીને નાસી ગયો હતો. બી ડીવીઝન પોલીસે અકસ્માતના ગુન્હાની નોંધ કરી ફરાર આઈસર ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Comments
Loading...
WhatsApp chat