મોરબી : મહેન્દ્રનગર ચોકડી નજીકથી દારૂનો જથ્થા સાથે બે ઝડપાયા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના મહેન્દ્રનગર ચોકડી નજીકથી સીએનજી રિક્ષામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી મોરબી બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહેન્દ્રનગર ચોકડી નજીક સી.એન.જી રિક્ષા જીજે ૦૧ બીટી ૨૫૩ વાળી નીકળતા શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા રિક્ષામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૯ કીમત રૂ.૧૧,૭૦૦ તથા સી.એન.જી રિક્ષા સહીત કુલ મુદામાલ કીમત રૂ.૫૧,૭૦૦ જપ્ત કરી રિક્ષા ચાલક સાગર કાન્તીભાઈ પલાણ અને રિક્ષામાં સાથે રહેલ રવિ જીતેન્દ્રભાઈ પાલાને અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat