Billboard ad 1150*250

મોરબી : મહેન્દ્રનગર ચોકડીએ કાર ચાલકે બે ટ્રાફિક જવાનોને ઠોકરે ચડાવ્યા, સામે પોલીસે માર માર્યાની લોકમુખે ચર્ચા…..

0 410
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના મહેન્દ્રનગર ચોકડીએ કારની ઠોકરે બે ટ્રાફિકજવાનો ઈજાગ્રસ્ત

કારચાલક સહીત બે સામે બોલાચાલી અને ફરજમાં રૂકાવટની ફરિયાદ

Post ad 3

        મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે કારના ચાલકે ટ્રાફિક જવાનોના ગાડી રોકવાના ઈશારા છતાં કાર ઉભી નહિ રાખીને બે ટ્રાફિકજવાનોને અડફેટે લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને બનાવ અંગે ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ટ્રાફિક શાખામાં ફરજ બજવતા પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ લાખાભાઈ નાકડાએ બી ડીવીઝન મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તે આજે ફરજ પર હોય દરમિયાન મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થતી સેન્ટ્રો કાર નં જીજે ૧૨ એકે ૪૫૧૨ ના ચાલકને ગાડી રોકવાનો ઈશારો કરવા છતાં કાર નહિ રોકીને ભાગવા જતા ફરિયાદી ભાવેશ નાકડા અને ટીઆરબી જવાન ફારૂક અલીભાઈ સુમરા એ બંનેને ઠોકર મારી હાથ, પગ તથા માથામાં ઈજા પહોંચાડી છે તેમજ સેન્ટ્રો કાર ચાલક અને અતુલ મોટરવાળા અતુલભાઈને પોલીસ મથકે આવવાનું કહેતા તેને બોલાચાલી કરીને ફરજમાં રૂકાવટ પેદા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે ઈજાગ્રસ્ત ટ્રાફિક જવાનોને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડી બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

પોલીસે કારચાલકને માર માર્યાની ચર્ચા, લોકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે આજે સવારના સુમારે ક્રાંતિ જ્યોત પાર્ક સામે લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો ટ્રાફિક જવાનોએ કારચાલકને બેફામ માર માર્યો હોય તેવી ચર્ચા જોર પકડ્યું હતું અને બનાવને પગલે વાહનચાલકો માં રોષ ભભૂકી ઉઠતા રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને બાદમાં પોલીસે ટ્રાફિક ક્લીયર કરાવ્યો હોય તેવી માહિતી પણ સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે 

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat