મોરબીની મચ્છુ નદી નજીક ત્રણ લોકો ફસાયા : ફાયર ટીમ સ્થળે પોહચી

મોરબીના લીલાપર રોડ પર આવેલ મચ્છુ નદી નજીકના સંપ પાછળ પાણીમાં ત્રણ લોકો ફસાયા હોવાની મળેલી મળતા મોરબી ફાયરની ટીમ સ્થળ પર દોડી પોહચી હતી ને પાણીમાં ફસાયેલા ત્રણ યુવાનોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ફસાયેલા લોકો મનુભાઈ, જગાભાઇ અને નવઘણભાઈ હોવાનું જાણવા મળ્યું છે જોકે સંપ નજીક તેઓ ન્હાવા ગયા હતા કે અન્ય કોઈ કારણોસર તે હાલ સ્પષ્ટ બન્યું નથી. બનાવની જાણ થતા મોરબી જીલ્લા કલેકટર પણ સ્થળ પર જવા રવાના થયા હતા.

 

Comments
Loading...
WhatsApp chat