મોરબી મચ્છુ -૨ ડેમની સપાટી ૩૦ ફૂટે પોહચી

ઉપરથી આવતી પાણી આવકમાં નોધપાત્ર ઘટાડો થયો

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં શનિવારે સવાર સુધીમાં માત્ર ૧૩ ફૂટની જળ સપાટી હતી જોકે આજે ઉપરવાસમાં થયેલા સારા વરસાદને પગલે પાણીની આવક સતત ચાલુ જ રહી હતી જેથી બપોર સુધીમાં જ ડેમની જળસપાટી ૨૦ ફૂટે પહોંચી હતી તો સાંજ સુધી સતત આવક ચાલુ રહેતા સાંજે ૭ વાગ્યા સુધીમાં જળસપાટી ૨૮.૪૧ ફૂટ પર પહોંચી હતી. ૩૩ ફૂટની કેપેસીટી ધરવતા ડેમને ઓવરફલો થવામાં થોડું જ બાકી રહ્યું છે તો હજુ પણ ધીમે ધીમે આવક ચાલુ જ છે જેથી આવક વધતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડે જેથી હેઠવાસમાં આવેલા મોરબી તાલુકાના ૧૭ અને  માળિયાના ૧૫ ગામોમાં  નદીના પટમાં અવરજવર નહિ કરવા અને સાવચેત રહેવા માટેની સુચના આપવામાં આવી હતી તો મોડી રાત્રિના મળતા સમાચાર મુજબ હાલ મોરબીનો મચ્છુ-૨ ડેમમાં સવારે જે આવક પ્રતિ કયુસેક ૭૬ હજાર હતી તે ઘટીને ૮ હજાર કયુસેક થઇ ગઈ છે અને હાલ ડેમ ૩૦ ફૂટ ભરાયો છે જેથી હવે આજે જો આવી રાત્રે આવક રહે તો ઓવરફલો થવાની શક્યાતા ઓછી હોવાથી ડેમના દરવાજા હાલ નહી ખોલવા પડે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે

 

Comments
Loading...
WhatsApp chat