


મોરબી પંથકમાં બે દિવસ પહેલા મચ્છુ ડેમ તૂટ્યાના સમાચારો વાયુવેગે સોશ્યલ મીડિયા અને બાદમાં શહેરમાં પ્રસરી જતા દરેક સ્થળે ભાગદોડ મચી ગઈ હતી. અફવાને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારના લોકોમાં ભાગદોડ મચી હતી જે શહેરના મુખ્ય્માર્ગો સુધી પોતાના વાહનો કે પગપાળા જવા લાગ્યા હતા જોકે મોરબીનો ડેમ તુટ્યો નથી અને તૂટશે પણ નહિ.આજ રોજ મોરબી ન્યુઝની ટીમે ડેમના કાર્યપાલક ઈજનેર આઈ.ટી.સતોનીયા સાથે ટેલીફોનીક વાત ચિત કરતા જણાવ્યું હતું કે બે દિવસ પહેલા મચ્છુ ડેમ તૂટવાની અફવા ઉડી હતી જેના પગલે ગાંધીનગર અને વડોદરા થી ડેમની ચકાસણી કરવા માટે બે ટીમ આવી હતી તેને બે કલાકની ચકાસણી બાદ મચ્છુ ૨ ડેમ સંપૂર્ણ સલામત હોવાનું જણાવ્યું હતું. ડેમમાં હાલની જળરાશી તેમજ વરસાદથી થતી આવકથી ડેમને કોઈ ક્ષતિ પહોંચી નથી. જેથી મોરબીવાસીઓને કોઈ પ્રકારની ચિંતા કરવાની કોઈ જરૂરત નથી તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.