



મોરબીમાં ગઈકાલ રાત્રીથી ભારે વરસાદને લીધે ડેમમાંથી પાણી છોડવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા મોરબી જીલ્લાના વાકાનેરમાંથી ૧૫૦૦,માળિયા માંથી ૩૦૦,મહિકા માંથી ૫૦૦,લુણસર માંથી ૨૫૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.આ તમામ માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરાયાનું પણ જાણવા મળ્યું છે.
સવાર ૯ વાગ્યે મોરબીના નીચાણવાળાવિસ્તારો જેવા કે હરીજનવાસ,રબારીવાસ,વજેપર માંથી બસો ભરીને લોકોને સલામત સ્થળે એવા બોયઝ હાઈસ્કુલમાં ખસેડવામાં કાયવાહી ચાલી રહી છે તેમ તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું.

