Billboard ad 1150*250

મચ્છુ હોનારતની ૩૮ મી વરસી : મોન રેલીમાં સ્વજનો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

0 1,439

મચ્છુ ડેમ તૂટ્યા બાદ સતત ૩૮ વર્ષથી ચાલતી પરંપરા અનુસાર આજે બપોરે ૩ : ૧૫ કલાકે ૨૧ સાઈરનની સલામી આપ્યા બાદ બપોરે પાલિકા કચેરીએથી રેલી નીકળી હતી જેમાં ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા તેમજ નગરજનો અને પોતાના સ્વજનો ગુમાવનાર હતભાગી પરિવારો મોન રેલીમાં જોડાયા હતા. મોન રેલી મણી મંદિર નજીક બનાવવામાં આવેલ મૃતાત્માઓના સ્મારક ખાતે પહોંચી હતી જ્યાં મચ્છુ હોનારતના દિવંગતોને હારતોરા કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા તો આ તકે પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા ને એ ભયાનક દિવસની યાદ તાજા થઈ હતી.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat