

મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં ફરી પાણીની આવક વધતા ડેમના ૧૮ દરવાજા ૧૬ ફૂટ અને ૧૦ દરવાજા ૪ ફૂટ ખોલવાની ફરજ પડી હતી.મચ્છુ 1 ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થતા મચ્છુ 1 ડેમ ૫.૫ ફૂટે ઓવરફ્લો થતા આ ડેમનું પાણી મચ્છુ 2 માં આવતા ડેમના દરવાજા ખોલવાથી ફરીથી મચ્છુ નદીમાં પાણીનું સ્તર વધ્યું હતું. જેના પગલે નદી કાંઠા અને માલિયાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.