મચ્છુ-૨ ડેમની જળસપાટીમાં ઉછાળો, તંત્ર દ્વારા ચેતવણી

આજે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં મુશળધાર વરસાદ વરસતા પાણીની સારી એવી આવક થયેલી જોવા મળે છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં શનિવારે સવાર સુધીમાં માત્ર ૧૩ ફૂટની જળ સપાટી હતી જોકે આજે ઉપરવાસમાં થયેલા સારા વરસાદને પગલે પાણીની આવક સતત ચાલુ જ રહી હતી જેથી બપોર સુધીમાં જ ડેમની જળસપાટી ૨૦ ફૂટે પહોંચી હતી તો સાંજ સુધી સતત આવક ચાલુ રહેતા સાંજે ૭ વાગ્યા સુધીમાં જળસપાટી ૨૮.૪૧ ફૂટ પર પહોંચી હતી. ૩૩ ફૂટની કેપેસીટી ધરવતા ડેમને ઓવરફલો થવામાં થોડું જ બાકી રહ્યું છે તો હજુ પણ ધીમે ધીમે આવક ચાલુ જ છે જેથી આજે ફોકલ ઓફિસર અને અધિક્ષક ઈજનેર રાજકોટ સિંચાઈ વર્તુળ (ફલડ સેલ) રાજકોટ દ્વારા મોરબીના મામલતદાર અને તંત્રને ચેતવણી સંદેશ આપવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે ડેમ નિર્ધારિત સપાટીએ ૭૦ % ભરાઈ જવામાં હોઈ જેથી આવક વધતા ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડે જેથી હેઠવાસમાં આવેલા મોરબી તાલુકાના અમરેલી, ભડિયાદ, ધરમપુર, ગોર ખીજડીયા, ગુંગણ, જોધપુર, જુના સાદુંળકા તેમજ નારણકા, રવાપર (નદી) સહિતના ગામો તેમજ માળિયાના બહાદુરગઢ, ફાટસર, જુના નાગડાવાસ, મહેન્દ્રગઢ સહિતના ગામોને નદીના પટમાં અવરજવર નહિ કરવા અને સાવચેત રહેવા માટેની સુચના આપવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat