મોરબીમા વરસાદી કહેર,ચારેય કોર તારાજી સર્જાય !જુઓ વિડીયો ?

મોરબી વરસાદી માહોલ નો વિડીયો.

 

સૌરાષ્ટ્ર અને ગુજરાત પંથકમાં ભારે વરસાદની આગાહી બાદ શુક્રવારે રાત્રીથી ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અગાઉથી ઓવરફલો થયેલા મોરબીના મચ્છુ ૨ અને મચ્છુ ૩ ડેમમાં સતત પાણીની આવકને પગલે વહેલી સવારથી જ ડેમના પાટિયા ખોલવામાં આવ્યા હતા જેમાં મચ્છુ ૨ ડેમના ૧૮ દરવાજા ૧૬ ફૂટે અને ૧૦ દરવાજા ૪ ફૂટે ખોલ્યા હતા તેમજ મચ્છુ ૩ ડેમના ૧૮ દરવાજા ૧૬ ફૂટે ખોલવામાં આવ્યા હતા મચ્છુ ૨ ડેમમાં ૨,૨૪,૫૨૦ કયુસેકની આવક તેમજ મચ્છુ ૩ ડેમમાં સતત થતી ૨,૪૧,૨૮૯ કયુસેક આવક સામે એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે જેને પગલે ડેમના હેઠવાસમાં આવેલા ગામો પાણી પાણી થઇ ગયા છે તો મોરબીની મચ્છુ નદી પણ બે કાંઠે વહી રહી છે.  મોરબી જીલ્લામાં રાત્રીના તેમજ બપોરે બાર વાગ્યા સુધીમાં મોરબીમાં ૬૪ મીમી, ટંકારામાં ૫૯ મીમી, વાંકાનેરમાં ૮૯ મીમી, હળવદમાં ૮૯ મીમી અને માળિયામાં ૩૯ મીમી વરસાદ નોંધાયો હતો.

મોરબીની મચ્છુ નદી રાત્રીથી જ બે કાંઠે વહેવા લાગી હતી તો વહેલી સવારે ડેમના ૨૮ દરવાજા ખોલવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગી હતી તો મયુર પુલથી થોડા ફૂટ જ પાણી નીચું રહી ગયું હતું જેથી નગરજનો આહલાદક દ્રશ્ય જોવા ઉમટી પડ્યા હતા.

મચ્છુ ૨ ડેમમાંથી સતત છોડવામાં આવતા પાણીને પગલે મોરબીના આરટીઓ કચેરી નજીકના ઉમા રિસોર્ટ પાસેનો ધુતારી પુલની લગોલગ પાણી વહેવા લાગ્યું હતું.

મોરબીમાં રાત્રીથી ભારે વરસાદને પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવતા વહીવટી તંત્ર દ્વારા મોરબી જીલ્લાના વાંકાનેરમાંથી ૧૫૦૦, માળિયામાંથી ૩૦૦, મહીકામાંથી ૫૦૦,લુણસરમાંથી ૨૫૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.  તમામ લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે તે ઉપરાંત મોરબીના મકરાણી વાસ, રબારી વાસ, જેલ ચોક સહિતના નીચાણવાળા વિસ્તારના લોકોને નજીકની સ્કૂલ સહિતના સ્થળોએ ખસેડવામાં આવ્યા છે જ્યાં જમવા સહિતની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

મોરબીના મચ્છુ ૨ અને મચ્છુ ૩ ડેમ ઓવરફલો થતા લાખો કયુસેક પાણી સતત છોડવામાં આવી રહ્યું છે જેના પગલે માળિયા શહેરની મામલતદાર કચેરી સહિતની ઈમારતો પાણી પાણી થઈ છે ગ્રામ્ય વિસ્તારમાં તો ગળાડૂબ પાણીની સ્થિતિ વચ્ચે હાલ બોટથી રાહત અને બચાવ કામગીરી તંત્ર કરી રહ્યું છે જોકે વિકટ પરિસ્થિતિને ધ્યાને લેતા હેલીકોપ્ટરની મદદથી બચાવવા માટે કામગીરી પ્રગતિમાં હોવાનું જણાવ્યું હતું

 

Comments
Loading...
WhatsApp chat