



મોરબીમાં વરસાદ માટે મોરબીવાસીઓએ એક સપ્તાહ સુધી ઇન્તજાર કર્યો હતો. આજે સવારથી ભારે બફારા અને ગરમીને સહન કર્યા બાદ સાંજ થતા થતા મોસમનો વરસાદ વરસ્યો હતો. ધીમી ધારે મેઘરાજાની જાજરમાન એન્ટ્રીને સૌ કોઈએ વધાવી હતી અને વરસાદમાં ભીંજાવાનો આનંદ લૂટ્યો હતો. પણ થોડા વરસાદ બાદ વધુ બફારો લોકોને સહન કરવો પડ્યો હતો

