મોરબીમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની પ્રેરણાદાયી ઉજવણી

34 પરિવારોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું

મોરબી જીલ્લા પંચાયત Tobacco Control Cell  દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી જીલ્લા સેવાસદન ખાતે કલેક્ટર આઈ.કે.પટેલ  ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.જેમા આદર્શ પરીવારના વ્યક્તિ જે લોકો ના પરીવારમાં કોઇ વ્યસન નથી  તેવા ૩૪ પરીવારોનુ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં જીલ્લા કલેકટર આઈ.કે. પટેલ,ડી.ડી.ઓ.,અધિક કલેકટર,અને આરોગ્ય શાખના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ કાર્યક્રમ દ્વારા  લોકોમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ આવે,વ્યસન મુક્ત પરિવાર બને તથા તેનુ આરોગ્ય સ્વસ્થ રહે તે માટે Tobacco Control Cell  દ્વારા પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યુ હતુ..   

 

 

 

Comments
Loading...
WhatsApp chat