

મોરબી જીલ્લામાં દિન-પ્રતિદિન પાણીની સમસ્યા વધતી જતી જણાય છે.લોકોને ભરઉનાળામાં લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે તંત્રને વારંવાર રજૂઆત છતા પણ લોકોની સમસ્યાનો હાલ આવતો નથી.આવા ધકધકતા તાપમાં સાત ગામમાં ૨૦ હાજર ગ્રામજનોને પાણી માટે ભટકવું પડે તેવી સ્થિતિ આવી છે,મધરડેમ નજીક હોવા છતાં પાણી મળતું નથી તથા જામનગર સહિતના વિસ્તારોમાં આ ડેમમાંથી પાણી પહોચાડવામાં આવે છે તો આવો ધોર અન્યાય શા માટે ? આવો રોષ વ્યક્ત કકર્યો હતો.જેમાં જાંબુડિયા,મકનસર,બંધુનગર, પાનેલી,ગીડચ,કલીકાનગર તેમજ લખધીરપુર ગામનો સમાવેશ થાય છે.જાંબુડિયા ગામના સરપંચ રમેશભાઈ પાંચિયાની આગેવાનીમાં પાણી મામલે સાત ગામના સરપંચો,સભ્યો અને આગેવાનોની મીટીંગ યોજાઈ હતી.આ મીટીંગમાં વિક્રમભાઈ ગોલતર,અશોકભાઈ વરાણીયા તેમજ સરપંચો,રમેશભાઈ પાંચિયા,છનાભાઈ પાંચિયા,શૈલેશભાઈ પટેલ,જગદીશભાઈ દલવાડી,પ્રાણજીવનભાઈ પટેલ,માવજીભાઈ દરોદરા ઉપસ્થિત રહ્યા હતા અને મંગળવારે ગાંધીનગર ખાતે રજૂઆત કરશે.