

મોરબીમાં એક બાજુ છતાં પાણીએ તંત્રના પાપે લોકોને પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બીજી તરફ પાણીના વેડફાટને રોકવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. નવલખી બાયપાસ તરફ આવેલી જલારામ સોસાયટી, અમૃતનગર, લાયન્સનગર સહિતની ચાર સોસાયટીના લોકોને પીવાનું પાણી મળતું નથી ત્યારે આજે બાયપાસ પર આવેલા અમરેલી ગામ નજીક પાણી પુરવઠા બોર્ડની પાણીની લાઈનમાંથી પાણી રોડ પર વહી ગયું હતું. હજારો લીટર પાણી રોડ પર વહી ગયું હતું જયારે બીજી તરફ લોકોને પાણી મળતું નથી જેથી પાલિકાના શાસન સામે લોકોનો રોષ વધી રહ્યો છે.