



મોરબી નગરપાલિકા દ્વારા જણાવ્યું છે કે તા. ૧ ના રોજ વર્તમાન પત્રમાં જાહેરાત મારફત તા. ૭ ના રોજ મેળામાં હરાજીની કાર્યવાહી રાખવામાં આવેલ જેમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા હરાજીમાં આખો દિવસ હાજર રહી હરાજી કાર્યવાહી કરેલ પરંતુ આસામીઓ દ્વારા અંદરોઅંદર રીંગ થઈ જતા હરાજી કાર્યવાહી થઈ સકી નથી.જેમાં ચીફ ઓફિસર પણ હાજર રહ્યા હતા તેમજ ફરીથી આજે તા. ૮ ના રોજ સવાર પણ હરાજીની કાર્યવાહી કરવા જતા થઈ સકી નથી. વધુમાં વરસાદનિજ આગાહી હોઈ આ બંને બાબતોને ધ્યાને લઈને હરાજી રીંગ થઈ જતા વહીવટી પારદર્શકતા જળવાતી ના હોવાથી જન્માષ્ટમી નિમિતે શનાળા નજીક યોજાનાર પાલિકાનો લોકમેળાનું આયોજન રદ કરવામાં આવ્યું છે તેમ પાલિકાના પ્રમુખ ગીતાબેન કણઝારીયા અને ઉપપ્રમુખ ભરતભાઈ જારીયાએ જણાવ્યું છે.

