Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી લોહાણા સમાજના આગેવાનો જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલનમા જોડાયા.

મોરબી લોહાણા મહાજન પ્રમુખ સહીતના આગેવાનો દ્વારા જીતુભાઈ ને સમર્થન...

.

.

વાંકાનેર ટોલ નાકા પાસે ફાળો ઉઘરાવતા કાર્યકર્તાઓ સાથે પી.આઈ. દ્વારા કરવા મા આવેલ અભદ્ર વર્તન ના વિરોધ મા લોહાણા સમાજ અગ્રણી જીતુ ભાઈ સોમાણી દ્વારા ઉપવાસ આંદોલન કરવામા આવી રહ્યુ છે ત્યારે મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશ ભાઈ ઘેલાણી,રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ના મંત્રી ચંદ્રવદન ભાઈ પુજારા, અખિલ સૈરાષ્ટ્ર રઘુવીર સેના મોરબી ના મંત્રી જીતુભાઇ પુજારા, જલારામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ- મોરબી ના પ્રમુખ ઘનશ્યામ ભાઈ પુજારા, શ્રી જલારામ સેવા મંડળ ના સહ મંત્રી વિપુલ ભાઈ પંડીત સહીત ના આગેવાનો એ જીતુ ભાઈ સોમાણી ની ઉપવાસી છાવણી ની મુલાકાત કરી સમર્થન આપ્યુ છે.તેવી માહિતી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ પાસેથી પ્રાપ્ત થઈ છે

Comments
Loading...
WhatsApp chat