Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી સાહિત્ય સ્પંદનના યુવાનો પ્રદેશ કક્ષાએ ઝળક્યા

રાજ્યના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા દર વર્ષે યોજાતા યુવા ઉત્સવમાં આ વખતે મોરબીના યુવાનોએ મેદાન માર્યુ છે ત્યારે સાહિત્ય ક્ષેત્રે પણ મોરબીના યુવાનો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વિજેતા બનીને આવ્યા છે.

ગત શનિ-રવિ મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાનો યુવા ઉત્સવ સુરેન્દ્રનગર ખાતે યોજાઈ ગયો જેમાં સાહિત્ય સ્પંદન ગૃપમાંથી ગઝલ લેખનમાં જનાર્દન દવેએ સમગ્ર મધ્ય ગુજરાત પ્રદેશમાં પ્રથમ નંબર તેમજ પાદપૂર્તિમાં દ્વિતિય નંબર મેળવેલ છે. એ જ રીતે વક્તૃત્વ સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ નીરવ માનસેતા કર્યું હતું. જેમણે મધ્ય ગુજરાત પ્રદેશમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરેલ છે. હવે આગળ રાજ્ય કક્ષાએ જનાર્દન દવે મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આમ હવે મોરબી માત્ર સિરામીક જ નહીં પણ સાહિત્ય ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે. જે આપણા માટે આનંદ અને ગર્વની વાત છે.

Comments
Loading...
WhatsApp chat