Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં લીલાપર રોડ પર થયેલ લુંટનો ભેદ ઉકેલાયો ૨ શખ્સો જડપી પાડવામાં આવ્યા

મોરબીના લીલાપર ગામે આવેલા જયદીપ ફીટ નામના કારખાનામાં રહીને મજુરી કરતા કૈલાશબેન રાઘવજીભાઈ પરેચા કોળીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદી કૈલાશબેન કોળી તેમજ સાહેદ મનીષાબેન બંને ક્વાર્ટરમાં હતા જે દરમિયાન બે અજાણ્યા ઈસમો રૂમમાં ઘસી આવ્યા હતા જેને મહિલાઓને ધમકાવ્યા બાદ ગાળો આપીને છરી બતાવી ઘોંસ જમાવી હતી. છરીની અણીએ બંને આરોપીઓએ મહિલાએ પહેરેલા દાગીના ઉતારી આપવા દબાણ કર્યું હતું જેને પગલે કૈલાશબેને પહેરેલ સોનાનો ચેન સવા તોલા વજનનો તેમજ પાંચ હાજર રૂપિયા રોકડા ઉપરાંત સાહેદ મનીષાબેને પહેરેલ સોનાની બુટી કીમત રૂપિયા ૧૫ હજાર મળીને કુલ ૩૯૦૦૦ ના મુદામાલની લૂટ ચલાવી બંને આરોપીઓ નાસી છૂટ્યા હતા. મહિલાની ફરિયાદને આધારે તાલુકા પોલીસે બંને અજાણ્યા ઈસમો વિરુદ્ધ લૂટ અંગે ગુન્હો નોધાવ્યો હતો જેમાં મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચના ટીમને ખાનગી માં એવી માહિતી મળેલી કે મોરબી નગર દરવાજા ચોકમા બે અજાણ્યા માણસો મેલા કપડા પહેરેલ છે તેમા એક વ્યક્તિએ સફેદ મેલા કપડા પહરેલ છે અને તેના જમણા પગે પાટો બાંધેલ છે તે તથા તેની સાથે બીજો વ્યક્તિ છે તેણે પણ મેલા કપડા પહેરેલ છે આ બંન્ને મોરબી સોની બજારમાં સોનાના દાગીના વેંચવા આંટા ફેરા કરી રહ્યા છે. તેવી બાતમી મળતા તેની વોચમાં રહેલ દરમ્યાન બંન્ને ઇસમો નગર દરવાજા નજીક સોની બજાર ની સાઇડમાં થી મળી આવતા બંન્ને ને રોકી વિશ્વાસમાં લઇ નામ સરનામાં પુછતા (૧) ધીરૂભાઇ મધુભાઇ જખાનીયા જાતે દેવીપુજક ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે. રણછોડગઢ (જુંડ) ધાર ઉપર તા.હળવદ (ર) વશરામભાઇ ઉર્ફે ગાંડાભાઇ ગેલાભાઇ જખાનીયા જાતે દેવીપુજબ ઉ.વ.૩૨ ધંધો મજુરી રહે. રતનપર ગામ દેવીપુજકવાસ તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો હોવાનુ જણાવતા બંન્નેની અંગ ઝડતી લેતા પેન્ટના ખીલ્લા માંથી સોનાના દાગીના મળી આવતા આધાર બીલ માગતા નહી હોવાનુ જણાવતા આ મુદામાલ કયાંથી કોની પાસેથી મેળવેલ છે તે બાબતે આકરી પુછપરછ કરતા આ ઇસમોએ જણાવેલ કે આ મુદામાલ પોતે બંન્ને તથા તેના અન્ય ત્રીજા સાગરીત દિનેશભાઇ મધુભાઇ જખાનીયા જાતે દેવીપુજક રહે. રણછોડગઢ (જુંડ) ધાર ઉપર તા.હળવદ જી.મોરબી વાળા ત્રણે જણા એ મળી આજથી આશરે દોઢેક મહિના પહેલા રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં લીલાપર ગામે એક કારખાનાની ઓરડીમાં, એક સ્ત્રીઓ ને છરી બતાવી ગાળો આપી તેની પાસેથી સોનાના દાગીના ચેન પેન્ડલ વાળો તથા બુટી જોડી એક સર વાળી તથા રોકડા રૂ.૫૦૦૦/- ની લુંટ કરેલ તથા બીજી સ્ત્રીને પણ છરી બતાવી તેની પાસેથી સોનાની બુંટી સર સહીતની લુંટ કરેલ તે સોનાના દાગીનાનો મુદામાલ હોય અને આજરોજ મોરબી સોની બજાર મા વેંચવા આવેલાની કબુલાત આપેલ બને આરોપી ધરપકડ કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો .

Comments
Loading...
WhatsApp chat