મોરબીની લીલાપર નજીક પાણીમાં ફ્સ્યા ત્રણ લોકો તંત્રે બચાવ્યા

મોરબીના લીલાપર રોડ પર આવેલ મચ્છુ નદી નજીકના સંપ પાછળ પાણીમાં ત્રણ લોકો ફસાયા હોવાની મળેલી મળતા મોરબી ફાયરની ટીમ સ્થળ પર દોડી પોહચી હતી ને પાણીમાં ફસાયેલા ત્રણ યુવાનોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ફસાયેલા લોકો મનુભાઈ, જગાભાઇ અને નવઘણભાઈ હોવાનું જાણવા મળ્યું છે તે લોકો નદીના પટમાં ગયા હતા અચાનક પાણી વધી જતા તે ફ્સ્યા હતા ઘટનાની જાણ થતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી ઘટનાની જિલા કલેકટર આઈ.કે.પટેલ , ચીફ ઓફીસર સાગર રાડિયા ,મામલતદાર અને પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને કલાકો રેસ્ક્યુ બાદ ૩ યુવાનો બચાવી લેવામાં આવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat